Thursday, May 7, 2026
HomeGujaratમોરબીમાં સોસાયટીના રહીશ સાથે છેતરપિંડી કરનાર આઠ બિલ્ડરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ 

મોરબીમાં સોસાયટીના રહીશ સાથે છેતરપિંડી કરનાર આઠ બિલ્ડરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ 

Advertisement
Advertisement

મોરબી શહેરમાં બિલ્ડરો દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં મોરબી તાલુકાના પીપળી ગામે માનસધામ સોસાયટી-1એ01મા રહેતા રહિશ તથા અલગ અલગ સોસાયટીમાં રહેતા રહિશોઞે બિલ્ડરો દ્વારા રેસીડેન્સીયલ સોસાયટીઓ બનાવી આપી વેચાણ કરી સોસાયટીમાં લાઇટ, ગટર, પાણી જેવી સુવિધાઓ પુરી ન પાડી છેતરપિંડી કરી હોવાથી આઠ જેટલા બિલ્ડરો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના માનસધામ સોસાયટીમાં રહેતા વિનોદભાઈ મોતીભાઈ પરમાર (ઉ.વ.૪૪) એ આરોપી મનીષભાઇ કાલરીયા જાતે પટેલ, ચીંતનભાઇ ગામી જાતે પટેલ રહે. મોરબી, મીહીરસિંહ દીલીપસિંહ જાડેજા, રાજદીપ નીલેષભાઇ ગામી, જગદીશભાઇ એરવાડીયા રહે. મોરબી, અંકીતભાઇ નેસડીયા રહે. મોરબી, પ્રવિણભાઇ ગામી રહે.મોરબી, કીશોરભાઇ શેરશીયા વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ બીલ્ડરો હોય અને રેસીડેન્શીયલ સોસાયટીઓ બનાવતા હોય જેમણે ફરીયાદી તેમજ અલગ-અલગ સોસાયટી રહેતા રહીશોની રેસીડેનશીયલ સોસાયટીઓ બનાવી જેમાં જરૂરી સુવિધા જેવી કે લાઇટ, પાણી , ગટર પુરી પાડવાનુ વચન આપી સોસાયટીઓ મકાનો બનાવી ફરીયાદી તેમજ સોસાયટી બીજા રહીશ સાથીઓને વેચાણ કરેલ કરેલ ત્યારબાદ પાછળ થી ફરીયાદી કે અન્ય સોસાયટીના રહીશોને સુવિધાઓ પુરી નહી પાડી ફરીયાદી તેમજ સોસાયટી ઓ રહેતા રહીશો સાથીઓ સાથે છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૪૨૦,૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular