HomeGujaratરાજ્યના 17 R.T.O અધિકારીની બદલી; મોરબી આરટીઓ તરીકે તપનકુમાર મકવાણાની નિમણૂંક 

રાજ્યના 17 R.T.O અધિકારીની બદલી; મોરબી આરટીઓ તરીકે તપનકુમાર મકવાણાની નિમણૂંક 

ગુજરાત રાજ્ય સરકારના બંદર અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યના ૧૭ આરટીઓ અધિકારીઓને બઢતી સાથે બદલી કરવા હુકમ કરેલ છે જે અન્વયે મોરબી જિલ્લાને એઆરટીઓ કચેરી આરટીઓ તરીકે અપગ્રેડ થયા બાદ પ્રથમ આરટીઓ તરીકે હિંમતનગરથી તપનકુમાર મકવાણાને નીમણુંક આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના બંદર અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા બુધવારે સાંજે 17 આરટીઓ અધિકારીને વર્ગ 1માં બઢતી સાથે બદલી કરવા હુકમ કરવામાં આવ્યા છે. જેમાં મોરબી આરટીઓ તરીકે હિંમતનગરથી તપનકુમાર મકવાણાને નીમણુંક આપવામાં આવી છે. તો મોરબી આરટીઓ અધિકારી જીતેન્દ્ર કેશવલાલ પ્રજાપતિની હિંમતનગર આરટીઓ કચેરીમાં બદલી કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular