HomeMorbiમોરબીમાં વ્યાજખોરોની દાદાગીરીનો ભોગ: હોટલ સંચાલકનો કરૂણ અંત, 7 સામે ગુનો નોંધાયો
મોરબીમાં વ્યાજખોરોની દાદાગીરીનો ભોગ: હોટલ સંચાલકનો કરૂણ અંત, 7 સામે ગુનો નોંધાયો
મોરબી શહેરમાં વ્યાજખોરોના વધતા આતંકે ફરી એક પરિવારને શોકમાં ગરકાવ કરી દીધો છે. શનાળા રોડ પર હોટલ ચલાવતા અશ્વિનભાઈ બોપલિયાએ સતત માનસિક ત્રાસ અને ઉઘરાણીથી કંટાળીને જીવન ટૂંકાવતાં શહેરમાં ચકચાર મચી છે. ઘટનાના પગલે પરિવારજનો દ્વારા સાત શખ્સો વિરુદ્ધ ગંભીર આરોપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના આલાપ રોડ પર આવેલ રામદેવ પીરના મંદિર વાળી શેરીમાં તીરૂપતી સોસાયટીમાં રહેતા હોટલ ચલાવતા નિરવભાઈ અશ્વિનભાઈ બોપલિયા (ઉ.વ.૩૪) એ આરોપી ઇમરાનભાઈ ગુલામભાઈ માડકિયા રહે વાઘપરા મોરબી, અજયભાઈ ભટ્ટ રહે. વાઘપરા મોરબી, ગીરીરાજસિંહ ગોહિલ રહે મોરબી, ભરત રબારી રહે થોરાળા તા. મોરબી, અજીતભાઈ જેસંગભાઈ રાઠોડ રહે. મોરબી ન્યુ હાઉસિંગ બોર્ડ, વિપુલ જેસંગભાઈ રાઠોડ રહે. નવલખી રોડ મોરબી, કિશનભાઇ રબારી રહે. મકનસર તા. મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા ફરીયાદીના પિતા અશ્વિનભાઈએ આરોપીઓ પૈકી ઈમરાનભાઈ પાસેથી ૧૨,૫૦,૦૦૦/- રૂપિયા ૪% લેખે વ્યાજે લીધેલ હોય જેનુ વ્યાજ ૫૦,૦૦,૦૦૦/- ચુકવેલ હોય તથા મકાનનો સોદાખત કરી ઓરીઝનલ દસ્તાવેજ લઇ લીધેલ હોય તથા આરોપી અજયભાઈ તથા ગીરીરાજસિંહના પાસે થી ૨૨,૦૦, ૦૦૦/- રૂપિયા ૫% લેખે વ્યાજે લીધેલ જેનુ વ્યાજ ૧૮,૦૦,૦૦૦/- ચુકવેલ હોય તેમજ ૮- કોરા ચેક મેળ વી લીધેલ હોય તથા આરોપી ભરત પાસેથી ૧,૦૦,૦૦૦/- રૂપિયા ૨૦% લેખે બાજે લીધેલ જેનુ બાજ ૫,૦૦,૦૦૦/- ચુકવેલ હોય તથા આરોપી અજીતભાઈ તથા વિપુલ પાસેથી ૧,૫૦,૦૦૦/- રૂપિયા ૩૦% લેખે વ્યાજે લીધેલ જેનુ વ્યાજ ૨,૪૦,૦૦૦/- ચુકવેલ હોય તેમજ આરોપી અજીત રાઠોડે સેમસંગ મોબાઇલ S-24 અલ્ટ્રા ફોન લઇ લીધેલ હોય ત થા બંન્નેએ કોરા ચેક-૩ મેળવેલ હોય તથા આરોપી કિશનભાઇ પાસેથી ૫૦,૦૦૦/- રૂપિયા રોજના રૂપિયા ૮૦૦ લેખે વ્યાજે લીધેલ જેનુ ૧૦,૦૦,૦૦૦/- નુ નોટરી લખાણ તથા બે કોરા ચેક મેળવેલ હોય આ તમામ આરોપીઓએ ફરીયાદી પાસેથી વ્યાજ તથા મુડીની રકમની ઉઘરાણી કરતા હોય અને વ્યાજ ન ચુકવતા ફોન ઉપર ગર્ભિત ધમકી આપતા હોય જેથી સાતેય આરોપીએ ફરિયાદિને તેમજ ફરીયાદીના પિતા અશ્વિનભાઈ પાસે પૈસાની ઉઘરાણી કરી ફરીયાદીના પિતાને માનસીક ત્રાસ આપી આત્મહત્યા કરવા મજબુર કરી ભય બતાવી ફરિયાદી પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની ૨૦૨૩ ની કલમ ૧૦૮, ૩૫૧(૨), ૩૫૨, ૫૪ તથા ગુજરાત નાણા ધીરધારની ૨૦૧૧ ની કલમ ૪૦, ૪૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.