HomeMorbiસીમા જાગરણ મંચ દ્વારા મોરબીના ઝીંઝુડા ગામે 'સીમા સંમેલન'નું ભવ્ય આયોજન: રાષ્ટ્ર...

સીમા જાગરણ મંચ દ્વારા મોરબીના ઝીંઝુડા ગામે ‘સીમા સંમેલન’નું ભવ્ય આયોજન: રાષ્ટ્ર સુરક્ષા કાજે જનજાગૃતિનો શંખનાદ

મોરબી: રાષ્ટ્રની સીમાઓની સુરક્ષા અને સરહદી વિસ્તારોના સર્વાંગી વિકાસના ઉમદા હેતુ સાથે કાર્યરત ‘સીમા જાગરણ મંચ’ દ્વારા આગામી રવિવારે મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામે એક વિશાળ ‘સીમા સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે.

“દેશની સીમાઓ માતાના વસ્ત્રો સમાન છે”

ભીષ્મ પિતામહના અમર વચનોને સાર્થક કરવા અને નાગરિકોમાં રાષ્ટ્રીય ચેતના જગાડવાના ભાગરૂપે આ ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સુરક્ષા, સંગઠન અને સ્વાવલંબન દ્વારા સરહદી ગામોના સામાજિક અને આર્થિક વિકાસને વેગ આપવાનો છે.

કાર્યક્રમની વિગતો: સીમા સંમેલન તારીખ: ૦૩/૦૫/૨૦૨૬ (રવિવાર) સમય: સાંજે પ:૦૦ વાગ્યે, સ્થાન: શ્રી કાનસ્વામી બાપુની જગ્યા, ઝીંઝુડા (મોરબી).

મુખ્ય લક્ષ્યાંકો:

૧. રાષ્ટ્ર સુરક્ષા: સરહદી વિસ્તારોમાં જન-જાગરણ ફેલાવવું.

૨. સંગઠન શક્તિ: રાષ્ટ્રીય ચેતનાનું નિર્માણ કરવું.

૩. સ્વાવલંબન: સીમાવર્તી ગામોનો આર્થિક અને સામાજિક ઉત્કર્ષ.

આ કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનો માટે ‘પ્રસાદ’ (ભોજન)નું પણ આયોજન કરવામાં આવ્યું છે. સીમા જાગરણ મંચ – મોરબી જિલ્લા દ્વારા તમામ રાષ્ટ્રપ્રેમી જનતાને આ સંમેલનમાં પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Most Popular