HomeMorbiટંકારાના ચકચારી આંગડિયા લૂંટ કેસમાં નાસતા ફરતા ઇસમને પોલીસે દબોચી લીધો: 11...

ટંકારાના ચકચારી આંગડિયા લૂંટ કેસમાં નાસતા ફરતા ઇસમને પોલીસે દબોચી લીધો: 11 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર

ટંકારામાં થયેલી ચકચારી આંગડિયા પેઢી લૂંટ કેસમાં મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ ટીમને મહત્વની સફળતા મળી છે. લાંબા સમયથી ફરાર આરોપી દર્શિલ કરસનભાઈ બોળીયાને ટંકારા લતીપર ચોકડી પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી માટે ટંકારા પોલીસને સોંપવામાં આવ્યો છે. તેમજ આરોપીના 11 તારીખ સુધીના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ ટીમને સયુક્ત ખાનગી બાતમી મળેલ કે ટંકારામાં ચકચારી આંગડીયા પેઢીના લુટના ગુન્હાનો આરોપી દર્શિલ કરસનભાઈ બોળીયા જાતે ભરવાડ રહે. સુરત, લસકાણા, લક્ષ્મીપાર્ક, વાળો આજ સુધી નાસતો ફરતો હોય અને આ આરોપી ટંકારા લતીપર ચોકડીએ હોવાની બાતમી મળતા ખાનગી બાતમી આધારે ટંકારા લતીપર ચોકડી ખાતેથી આરોપી મળી આવતા આરોપીને પકડી પાડી કાયદેશરની કાર્યવાહી કરવા માટે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામા આવેલ છે.

RELATED ARTICLES

Most Popular