HomeMorbiમહાકાળી માતાજીના મંદિરમાં તસ્કરોનો તરખાટ: રૂ. 40 હજારના 13 ચાંદીના છત્તર ચોરી...

મહાકાળી માતાજીના મંદિરમાં તસ્કરોનો તરખાટ: રૂ. 40 હજારના 13 ચાંદીના છત્તર ચોરી કરી ફરાર

માળિયા મિયાણા તાલુકાના નાના દહીંસરા ગામમાં આવેલ ઐતિહાસિક મહાકાળી માતાજીના મંદિરમાં ચોરીની ઘટના સામે આવતા ભક્તોમાં રોષ અને ચિંતા ફેલાઈ છે. અજાણ્યા તસ્કરે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી માતાજીને ચડાવાયેલા અંદાજે રૂ. 40 હજાર કિંમતના 13 ચાંદીના છત્તર ચોરી કરી લઈ જતાં પોલીસ ફરિયાદના આધારે તપાસમાં લાગી છે.

આ અંગે મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના નાના દહીંસરા ગામના રહેવાસી અને વ્યવસાએ ખેતી કરતા ગજેન્દ્રભાઇ પ્રવિણભાઇ ભાડજા (ઉ.વ. ૩૬) એ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે જુના નાના દહીંસરા ગામમા આવેલ મહાકાળી માતાજીના મંદીરમાં અજાણ્યા ચોર ઈસમે પ્રવેશ કરી માતાજી ઉપર ચડાવેલ નાના-મોટા ચાંદીના છત્તર નંગ 13 કિંમત રૂપિયા 40000 ના મુદ્દા માલની ચોરી કરી લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular