HomeMorbiકણકોટમાં ખનિજ માફિયાઓ પર તવાઈ: સરકારી જમીનમાંથી ગેરકાયદે ખનન કરતા બે ઝડપાયા,...

કણકોટમાં ખનિજ માફિયાઓ પર તવાઈ: સરકારી જમીનમાંથી ગેરકાયદે ખનન કરતા બે ઝડપાયા, રૂ. 55 લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) અને ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાં સરકારી જમીનમાંથી ચાલી રહેલી ગેરકાયદે ખનિજ ચોરીનો પર્દાફાશ થયો છે. બિલેશ્વર મહાદેવ મંદિર નજીક દરોડા દરમિયાન બે શખ્સોને JCB અને ડમ્પર સાથે ઝડપી પાડીને રૂ. 55 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડ સ્ટાફ તેમજ મોરબી જિલ્લાના ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટરને સાથે રાખી આ કાર્યવાહિ કરવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમા બિલેશ્વર મહાદેવ મંદિર તરફ જવાના કાચા રસ્તે વોકળા પાસેથી વાહનો જે.સી.બી. રજી નંબર GJ-36-52246 કિં.રૂ.30,00,000 તથા ટ્રક ડમ્પર રજીસ્ટર નંબર GJ-02-XX-6442 કિં.રૂ.25,00,000 મળી કુલ મુદામાલ કીં.રૂ. 55,00,000 ના મુદામાલ સાથે આરોપી પૃથ્વિરાજસિંહ ભગવતસિંહ ઝાલા તથા મહેન્દ્રભાઇ કાળુભાઇ મકવાણા રહે. કણકોટ તા.વાકાનેરવાળા ઇસમોને સરકારી જમીનમાંથી ગેરકાયદેસર ખાણ ખનિજ પ્રવૃત્તિ કરી વહન કરતા પકડી પાડી મુદામાલ કબજ`કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

Most Popular