HomeMorbiમોરબીમાં જુગારના અડ્ડા પર પોલીસનો સપાટો: ત્રણ મહિલા સહિત 15 જુગારી ઝડપાયા

મોરબીમાં જુગારના અડ્ડા પર પોલીસનો સપાટો: ત્રણ મહિલા સહિત 15 જુગારી ઝડપાયા

મોરબી સિટી એ ડિવિઝન પોલીસે મહેન્દ્રપરા અને કબીર ટેકરી વિસ્તારમાં બે અલગ-અલગ દરોડા પાડી જાહેરમાં જુગાર રમતા 15 શખ્સોને ઝડપી પાડ્યા. બંને સ્થળેથી રોકડ રૂ.62,690 સહિત કુલ રૂ.1.20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી પોલીસે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના મહેન્દ્રપરા શેરી નં -૧૦,૧૧ ની વચ્ચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમો પરેશભાઈ મનહરલાલ પાટડીયા રહે. મહેન્દ્રપરા શેરી નં. ૧૪, વાવડી રોડ, તા. મોરબી, વિપુલભાઈ ખેંગારભાઈ ખીંટ રહે. ભગવતી પરા, શેરી નં.૦૪, વાવડી રોડ મોરબી, રમેશભાઈ દેવાભાઈ લામકા રહે, ભગવતી પરા શેરી નં. ૦૨ વાવડી રોડ, મોરબી, નિતીનભાઈ નાગજીભાઈ બજાણીયા રહે, જનકનગર, પટેલ વાડી સામે, વાવડી રોડ, મોરબી, ભાલુભાઈ રતાભાઈ ખીટ રહે. મહેન્દ્રપરા શેરી નં.૧૦ તા.જી.મોરબી, કાનજીભાઈ રામજીભાઈ પરમાર રહે, ગોકુલનગર સનાળા બાયપાસ રોડ, મોરબી મુળ રહે. માધાપર શેરી નં.૮ તા.જી.મોરબી, રવીભાઈ દેવાભાઈ રાઠોડ રહે. ભગવતી પરા શેરી નં.૦૩ તા.જી.મોરબી, આર્યનભાઈ ભાલુભાઈ ખીટ રહે. મહેન્દ્રપરા શેરી નં.૧૦ તા.જી. મોરબીવાળાને રોકડ રૂપિયા ૪૭,૯૯૦ તયા મોબાઈલ ફોન નંગ-૦૭ કિંમત રૂપિયા ૫૮,૫૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૧,૦૬,૪૯૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.

જ્યારે બીજી રેઈડ મોરબીના કેબીર ટેકરી વિસ્તારમાં કરતા જાહેરમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત સાત વ્યક્તિ વિશાલભાઈ ધિરજભાઈ અંગેચણીયારહે-કબીર ટેકરી શેરી નં-૩ મોરબી, શિવાભાઈ વિરજીભાઇ ડોડીયા રહે-કબીર ટેકરી શેરી નં-૫ મોરબી, જયેશભાઈ શ્યામજીભાઈ અગેચણીયા રહે. વિશીપરા પ્રજાપત ખારખાના પાસે મોરબી, યોગેશભાઇ મગનભાઇ વાઘાણી રહેન્કબીર ટેકરી શેરી નં-ર મોરબી, અલ્પાબેન મનસુખભાઈ લાલવાણી રહે. કબીર ટેકરી શેરી-૦૫ મોરબી, ભાવનાબેન ઉર્ફે ભાવલી બાબુભાઈ અબાસણીયા રહે, વજેપર શેરી નં-૧૪ ના ખુણે મોરબી, સુનીતાબેન વાઓફ નિતીનભાઇ અગેચણીયા રહે-વિશીપરા પ્રજાપતીના કારખાના પાસે મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૪૭૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે જ્યારે પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular