HomeMorbi‘સ્ટોક માર્કેટમાં રોકાણ કરો, મોટો નફો મેળવો’ની લાલચ આપી રૂ. 85.25 લાખ...

‘સ્ટોક માર્કેટમાં રોકાણ કરો, મોટો નફો મેળવો’ની લાલચ આપી રૂ. 85.25 લાખ પડાવ્યા, મોરબી સાયબર ટીમે 3ને દબોચ્યા

વેપારીના પુત્રનો સંપર્ક કરી આકર્ષક રોકાણ સ્કીમો બતાવી વિશ્વાસમાં લીધા બાદ બેંક અને આંગડિયા મારફતે તબક્કાવાર રૂ. 85.25 લાખ ટ્રાન્સફર કરાવાયા હતા. છેતરપિંડીની જાણ થતાં 1930 પર ફરિયાદ નોંધાઈ અને ટેકનિકલ તપાસના આધારે મહેસાણાની ગેંગ સુધી પહોંચીને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી.

આ અંગે મળતી માહિતી મુજબ આરોપીઓએ ફરિયાદીના પુત્રનો સંપર્ક કરી સ્ટોક માર્કેટમાં રોકાણની વિવિધ આકર્ષક સ્કીમો બતાવી વિશ્વાસમાં લીધો હતો. આ લાલચમાં આવી જઈ સાક્ષી દ્વારા મે અને જૂન ૨૦૨૫ દરમિયાન બેંક તથા આંગડિયા પેઢી મારફતે તબક્કાવાર કુલ રૂ. ૮૫,૨૫,૯૫૦/- જેટલી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. જોકે, રકમ ટ્રાન્સફર થયા બાદ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં પીડિત પક્ષે તાત્કાલિક સરકારશની સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.

પોલીસ ઇન્સ્પેક્ટર અને સાયબર ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરી આરોપીઓનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સંડોવાયેલા આરોપીઓ મહેસાણા જિલ્લાના હોવાનું ખુલ્યું હતું. મોરબી સાયબર ટીમની એક ખાસ ટુકડીએ મહેસાણા ખાતે દરોડો પાડી નિતિન બળદેવભાઈ રબારી (ઊ.વ.૨૫, રહે. કમાલપુર, વિજાપુર), ભલાભાઈ લાલાભાઈ રબારી (ઊ.વ.૪૯, રહે. કમાલપુર, વિજાપુર) અને કશ્યપજી ઉર્ફે ચકો અમરશીજી ઠાકોર (ઊ.વ. ૨૬, રહે. હિરાપુરા, ખેરાલુ) ની અટકાયત કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular