HomeMorbiટંકારાના નેકનામમાં પરણિતાનો આપઘાત: પતિના આડા સંબંધનો વિરોધ કરતા શારીરિક-માનસિક ત્રાસનો આક્ષેપ
ટંકારાના નેકનામમાં પરણિતાનો આપઘાત: પતિના આડા સંબંધનો વિરોધ કરતા શારીરિક-માનસિક ત્રાસનો આક્ષેપ
ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાં 24 વર્ષીય પરણિતાએ જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી છે. પતિના અન્ય યુવતી સાથેના સંબંધનો વિરોધ કરતા પતિ અને જેઠ દ્વારા શારીરિક-માનસિક ત્રાસ અપાતો હોવાના આક્ષેપ સાથે ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના વતની મલીબેન ભારતભાઈ પરમાર (ઉ.વ.૪૨) એ આરોપી માજુભાઈ ચિમનભાઈ સંગોડ, રાજુભાઇ ચિમનભાઈ સંગોડ રહે. બંને પવ ગામ જી. દાહોદવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સુનિતાબેનના પતિ આરોપી માજુભાઈને અન્ય છોકરી સાથે આડા સબંધ હોવાથી સુનિતાબેન તે સબંધ નહી રાખવા બાબતે કહેતા આરોપી દ્રારા જે બાબતે સુનિતા સાથે અવાર નવાર ઝધડો કરી સારીરીક માનસીક દુખત્રાસ આપી મરવા માટે મજબુર કરતા જેમા આરોપી રાજુભાઈએ આરોપી માજુભાઈનો પક્ષ લઇ મદદગારી કરતા સુનિતાબેન ઉ.વ.૨૪ વાળીએ ટંકારા તાલુકાના નેકનામ ગામના સીમમાં આવેલ કિશોરભાઈ ચીકાણી વાડીએ જાંબુડાના ઝાડ સાથે દુ:ખ ત્રાસ સહન ન થતા પોતાની જાતે ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.