HomeMorbiહળવદ પંથકમાં કેબલ ચોર ગેંગનો તરખાટ: ત્રણ ગામની સીમમાંથી 42 હજારનો કેબલ...

હળવદ પંથકમાં કેબલ ચોર ગેંગનો તરખાટ: ત્રણ ગામની સીમમાંથી 42 હજારનો કેબલ વાયર ચોરાયો

હળવદ તાલુકામાં કેબલ વાયર ચોરીની ત્રણ અલગ-અલગ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. નવા ઘનશ્યામગઢ, ઠળીયા પાટી અને કડિયાણા ગામની સીમમાંથી અજાણ્યા ચોરો કુલ 520 ફૂટ કેબલ વાયર ચોરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ પ્રથમ ફરીયાદ હળવદ શહેરમાં રહેતા દિપકભાઇ અંબારામભાઈ સંઘાણીએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામની ધાર તરીકે ઓળખાતી સિમમા ફરીયાદીની વાડીએથી ૬ એમ.એમનો કેબલ વાયર ૨૦૦ ફુટ જેની કિંમત રૂપિયા ૧૫૦૦૦ નાં મુદ્દામાલ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવી છે.

જ્યારે બીજી ફરિયાદ હળવદના ગોકુલનગરમા રહેતા ગણપતભાઈ દેવજીભાઈ પરમારે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે હળવદ ગામે ઠળીયા પાર્ટી નામે ઓળખાતી સિમમા ફરીયાદીની વાડીએથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ૦૬ એમ.એમ નો ૧૨૦ ફુટ કેબલ વાયર જેની કિંમત રૂપિયા ૧૨૦૦૦ નો મુદામાલ ચોરી કરી લઈ ગયો હતો.

જ્યારે ત્રીજી ફરીયાદમા હળવદ તાલુકાના કડિયાણા ગામે રહેતા કનુભાઈ વાલાભાઇ ઠુંગાએ જણાવ્યું હતું કે ફરીયાદીની હળવદ તાલુકાના કડિયાણા ગામની સીમમાં આવેલ ફરીયાદની વાડીએ અજાણ્યા ચોર ઈસમ ૬ એમ. એમ. નો ૨૦૦ ફુટ કેબલ વાયર જેની કિંમત રૂપિયા ૧૫૦૦૦ નો મુદામાલ ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular