HomeMorbiવર્દીમાં સેવા, રક્તદાનથી જીવનદાન: મોરબી પોલીસના મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 76 બોટલ...

વર્દીમાં સેવા, રક્તદાનથી જીવનદાન: મોરબી પોલીસના મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 76 બોટલ રક્ત એકત્ર

ચિરાગ કોરડીયા પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, ભુજ તથા મુકેશ પટેલ પોલીસ અધીક્ષક, મોરબી નાઓની સુચના તેમજ કે.પી.પરમાર , નાયબ પોલીસ અધીક્ષક, મુખ્ય મથક, મોરબીના માર્ગદર્શન હેઠળ “સેવા મેરા યોગદાન” સ્કિમ હેઠલ રકતદાન કેમ્પનુ આયોજન કરવામાં આવેલ હતુ .જેમાં અમો એસ.એમ.ચૌહાણ રિઝર્વ પોલીસ ઇન્સપેકટર, પોલીસ હેડ કવાર્ટર, મોરબી દ્વારા આજ રોજ તારીખ.૧૭/૦૯/૨૦૨૬ ના રોજ સ્વૈચ્છિક મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન પોલીસ હેડ કવાર્ટર, મોરબી ખાતે કરવામાં આવેલ હતુ .

જેમા મોરબી જીલ્લાના અધિકારીઓ / કર્મચારીઓ દ્વારા ખુબ જ ઉત્સાહ પૂર્વક રકતદાન કરવામાં આવેલ હતુ અને આ કેમ્પમાં મોરબી જીલ્લા સિવિલ હોસ્પીટલના જરૂરીયાત મંદ દર્દીઓ માટે કુલ-૭૬ (૨૬૬૦૦ સી.સી.) રકત એકત્ર કરવામાં આવેલ હતુ. રિઝર્વ પોલીસ ઇન્સપેકટર, મોરબી દ્વારા સ્વૈચ્છિક રકતદાન શિબિરનુ આયોજન જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ & જનરલ હોસ્પીટલ,મોરબી સંચાલિત સિવિલ હોસ્પીટલના સહયોગથી કરવામાં આવેલ હતુ અને તમામે સ્વૈચ્છિક રકતદાન માટેની પ્રતિક્ષા લેવડાવવામાં આવેલ હતી.

RELATED ARTICLES

Most Popular