HomeMorbiટંકારાના રાજવડમાં બાવળની કાંટમાંથી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ.27,950નો મુદ્દામાલ કબજે, આરોપી ફરાર

ટંકારાના રાજવડમાં બાવળની કાંટમાંથી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ.27,950નો મુદ્દામાલ કબજે, આરોપી ફરાર

ટંકારા પોલીસની કાર્યવાહી દરમિયાન રાજવડ ગામે સ્મશાન નજીકની પડતર જગ્યામાં બાવળની કાંટમાં સંતાડેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 215 સીલપેક ચપલા, કુલ કિંમત રૂ.27,950નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે આરોપી રાહુલભાઈ વનરાજભાઈ બાલસરા સ્થળ પર મળી ન આવતા તેની શોધખોળ હાથ ધરાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે રાજવડ ગામ પાસે આવેલા સ્મશાન નજીકની વાડી બાજુની પડતર જગ્યામાં દરોડો પાડ્યો હતો. ત્યાં બાવળની કાંટમાં સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ- ૨૧૫ સીલપેક ચપલા કિંમત રૂ. ૨૭,૯૫૦ નો મુદામાલ ઝડપી પાડયો હતો જ્યારે આરોપી રાહુલભાઇ વનરાજભાઈ બાલસરા રહે. રાજાવડ તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ફરીયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular