HomeMorbiટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટીમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા: રૂ.2.47 લાખના સોના-ચાંદીના દાગીના ઉઠાવી...

ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટીમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા: રૂ.2.47 લાખના સોના-ચાંદીના દાગીના ઉઠાવી ગયા

ટંકારા શહેરની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં દિવસ દરમિયાન બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરમાં પ્રવેશી લોખંડના કબાટના તાળા તોડી રૂ.2.47 લાખના સોના-ચાંદીના દાગીના અને તેના બિલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે ટંકારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા સુનીલભાઈ મોહનભાઈ રાઠોડે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઇસમે ફરીયાદીના રહેણાંક મકાનમાં દિવસ દરમ્યાન ગુપ્ત ગૃહ અપપ્રવેશ કરી રૂમમાં લોખંડના કબાટના લોક તોડી તેમાં રાખેલ ચાદીના પગમાં પેરવાની કળી જોડ નંગ-૦૧, ચાંદીના છળા ચાર લાઇન વાળા જોડ નંગ-૦૧ તથા ચાંદીના સાંકરા જોડ નંગ-૦૧ તથા ચાંદીના નાના સાંકરા જોડ નંગ-૦૧, ચાંદીનું મંગળસુત્ર-૦૧ જેનો આશરે કુલ વજન ૯૯૮ ગ્રામ કિ.રૂ. ૧,૩૮,૬૦૦/- તથા સોનાની પાનબુટી જોડ નંગ-૦૧ જેનો આશરે વજન ૯ ગ્રામ કિ.રૂ. ૧,૦૯,૦૦૦/- મળી સોના ચાંદીના દાગીનાની કુલ કિ.રૂ.૨, ૪૭,૬૦૦/-ના મુદામાલ તથા તેના બીલની ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular