HomeMorbiમાળિયામાં તહેવારની રજાઓનો તસ્કરોએ લીધો લાભ: ઓઈલ મિલની ગ્રીલ કાપી રૂ.1.98 લાખના...
માળિયામાં તહેવારની રજાઓનો તસ્કરોએ લીધો લાભ: ઓઈલ મિલની ગ્રીલ કાપી રૂ.1.98 લાખના કોપર કેબલની ચોરી
માળિયા મિયાણાના ખાખરેચી ગામની સીમમાં આવેલી ઓઈલ મિલને તસ્કરોએ નિશાન બનાવી તહેવારની રજાઓનો લાભ ઉઠાવ્યો હતો. બારીની ગ્રીલ કાપી અંદર ઘૂસેલા તસ્કરો ઇલેક્ટ્રિક મોટર અને પેનલમાં લગાવેલા રૂ.1.98 લાખની કિંમતના કોપર કેબલ વાયર ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના એસ.પી. રોડ પર રહેતા અને વેપાર કરતાં પરિમલભાઈ ભુપતભાઈ મણવર (ઉ.વ.૪૭) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનુ પરિમલ એગ્રો નામનુ તેલનુ કારખાનુ ખાખરેચી ગામના પાટીયા સામે આવેલ હોય જે કારખાનાના સેડમા મુકેલ બારી કોઈ અજાણ્યા ચોર ઇસમે કોઈ હથિયાર વડે ખોલી અંદર રહેલ લોખંડની ગ્રીલને તીક્ષ્ણ હથિયારથી તોડી/કાપી અંદર પ્રવેશ કરી ઓઈલ મીલની અલગ અલગ પેનલથી ઈલેક્ટ્રીક મોટરમા તથા પેનલથી પેનલમા ઈલેક્ટ્રીક સપ્લાય માટે લાગેલ અલગ અલગ ગેજના કોપરના કેબલ વાયર આશરે ૨૬૮ મીટર જેની કિંમત રૂ.૧,૯૮,૯૩૦/-ના મુદ્દામાલની ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.