HomeMorbiલોકશાહીના મહાપર્વમાં યુવા ભાગીદારી: મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ...

લોકશાહીના મહાપર્વમાં યુવા ભાગીદારી: મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

લોકશાહીની પાયાની પ્રક્રિયામાં યુવા વર્ગની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાના ઉમદા આશયથી મોરબીમાં ઘુંટુ રોડ સ્થિત ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત યુવા વિદ્યાર્થીઓને પોતાના મતાધિકારનું મહત્વ, નવા મતદાર તરીકે નામ નોંધણીની સરળ પ્રક્રિયા અને દેશના સુદ્રઢ ભવિષ્યના નિર્માણમાં મતદાનની ભૂમિકા વિશે સચોટ માહિતી પૂરી પાડવામાં આવી હતી. ઉપસ્થિત વક્તાઓ દ્વારા યુવાનોને લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહપૂર્વક જોડાવા અને આગામી તમામ ચૂંટણીઓમાં અચૂક મતદાન કરવા સાથે અન્ય લોકોને પણ જાગૃત કરવા માટે પ્રેરણાત્મક અપીલ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular