HomeMorbiમોરબીમાં ૩૦ સપ્ટેમ્બરે ૮ કલાક વીજકાપ: ૧૧ કેવી લાતી પ્લોટ ફીડર હેઠળના...

મોરબીમાં ૩૦ સપ્ટેમ્બરે ૮ કલાક વીજકાપ: ૧૧ કેવી લાતી પ્લોટ ફીડર હેઠળના વિસ્તારોમાં પાવર સપ્લાય બંધ રહેશે

PGVCL મોરબી શહેર-૩ પેટા વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર, નવી લાઈનના કામકાજ તેમજ ફીડરના જરૂરી સમારકામ માટે તારીખ ૩૦-૦૯-૨૦૨૬ (બુધવાર) ના રોજ સવારે ૦૮:૦૦ થી બપોરના ૦૪:૦૦ વાગ્યા સુધી ૧૧ કેવી લાતી પ્લોટ ફીડર હેઠળનો વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.

આ વીજકાપ દરમિયાન હદાણીની વાડી, પ્રમુખ સ્વામી પાર્ક ૧ અને ૨, અક્ષર પાર્ક, ઉમા રેસીડેન્સી, શ્યામ પાર્ક ૧ અને ૨, રાધા કૃષ્ણ પાર્ક, પંચાસર રોડ, ન્યુ જનક નગર ૧ અને ૨, ગીતા ઓઈલ મીલની બાજુનો વિસ્તાર, નિરવ પાર્ક, લાતી પ્લોટ વિસ્તાર તેમજ અયોધ્યા પુરી મેઈન રોડ જેવા વિસ્તારોમાં પાવર બંધ રહેશે. નાયબ ઈજનેર (મોરબી શહેર-૩) દ્વારા તમામ ગ્રાહકોને આ બાબતની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular