HomeMorbiરંગપર-જેતપર રોડ પર દારૂનો ધંધો બેફામ! દુકાનમાંથી ૫૨૦ લીટર દેશી દારૂ ઝડપાયો,...

રંગપર-જેતપર રોડ પર દારૂનો ધંધો બેફામ! દુકાનમાંથી ૫૨૦ લીટર દેશી દારૂ ઝડપાયો, એક ઈસમની ધરપકડ

મોરબીના રંગપર-જેતપર રોડ પર પેરોલ ફર્લો સ્ક્વોડે દરોડો પાડી દુકાનમાંથી રૂ.૧.૦૪ લાખની કિંમતનો ૫૨૦ લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના રંગપર-જેતપર રોડ પર આવેલા ખોડિયાર ફેબ્રીકેશન અન્ડ ફ્લોરમિલ લખેલ બોર્ડ વાળી દુકાનમાંથી દેશી દારૂ ૫૨૦ લીટર (૨૬૦૦ થેલી) દેશી દારૂનો જથ્થો, જેની કિંમત રૂ. ૧,૦૪,૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી રણજીતસિંહ જીલુભા હાડા રહે. ગામ ધાંગધ્રા જી. સુરેન્દ્રનગરવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ માલપુરો પાડનાર અનવર ઉર્ફે દડી હાજીભાઈ માલાણી રહે. કાંતિનગર મોરબીવાળાનુ નામ ખુલતા બંને ઇસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular