HomeMorbiમોરબી સાયબર ક્રાઇમનો ધડાકો: રૂ.86 લાખની ઓનલાઇન ઠગાઈમાંથી રૂ.61 લાખ રિકવર, “તેરા...
મોરબી સાયબર ક્રાઇમનો ધડાકો: રૂ.86 લાખની ઓનલાઇન ઠગાઈમાંથી રૂ.61 લાખ રિકવર, “તેરા તુજકો અર્પણ” હેઠળ પીડિતને પરત
સ્ટોક માર્કેટમાં રોકાણના નામે રૂ.86.25 લાખની સાયબર ઠગાઈના કેસમાં મોરબી સાયબર ક્રાઇમ પોલીસે 3 આરોપીઓને ઝડપી રૂ.61 લાખ રિકવર કર્યા હતા. કોર્ટના હુકમ બાદ આજે આ રકમ મૂળ ફરિયાદીને પરત સોંપવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મોરબી ખાતે સ્ટોક માર્કેટમાં રોકાણના નામે થયેલી સાયબર ઠગાઈનો રજીસ્ટર થયેલ હતો. જે ગુનામાં ફરિયાદીના પુત્રને સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવવાની ખોટી સ્કીમો આપી આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણું કરી ગુનાહિત આયોજનબધ્ધ રીતે કાવતરૂ રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા માટે શરૂઆતમાં નાની રકમનું સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવી નફાની રકમ પરત આપી જાસામાં લઇ મોટી રકમનું રોકાણ કરાવી કુલ રૂ.૮૬,૨૫,૯૫૦/- ની રકમની ઠગાઇ કરેલ હોય, જે ગુનાની તપાસમાં પોલીસ ઇન્સ્પેકટર, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી ત્રણ (૩) આરોપીઓને અટક કરી ગુનામા ગયેલ રૂ..૬૧,૦૦,૦૦૦/- રીકવર કરી જે રીકવર કરેલ મુદામાલ રકમ ફરીયાદીને નામદાર કોર્ટના હુકમ મુજબ આજ રોજ “તેરા તુજકો અર્પણ” અંતર્ગત પરત અપાવેલ છે.