HomeMorbiહળવદના કોયબામાં જુગારની બાજી પર પોલીસનો દરોડો: રૂ.14,200ની રોકડ સાથે 5 શખ્સો...

હળવદના કોયબામાં જુગારની બાજી પર પોલીસનો દરોડો: રૂ.14,200ની રોકડ સાથે 5 શખ્સો ઝડપાયા

હળવદના કોયબા ગામે જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રૂ.14,200ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે કોયબા ગામે જુગાર અંગે રેઈડ કરી પાંચ ઇસમો જગદીશભાઈ મુગટલાલ રાવલ, વિજયસિંહ કરણસિંહ ઝાલા, દયારામભાઇ ભીખાભાઈ પરમાર, વનરાજભાઈ ભરતભાઈ ચાવડા, સુર્યરાજસિંહ ભુપતસિંહ ઝાલા રહે ગામ કોયબા તા.હળવદવાળાને રોકડ રકમ રૂ.૧૪,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી આરોપી વિરુધ્ધ જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

RELATED ARTICLES

Most Popular