HomeMorbiમોરબીમાં ઓનલાઈન પેમેન્ટ મુદ્દે પાનની દુકાને બબાલ: યુવકને ગાળો આપી હાથ-પગ ભાંગી...

મોરબીમાં ઓનલાઈન પેમેન્ટ મુદ્દે પાનની દુકાને બબાલ: યુવકને ગાળો આપી હાથ-પગ ભાંગી નાખવાની ધમકી, બે ભાઈ સામે ફરિયાદ

મોરબી-હળવદ રોડ પર નિચી માંડલ નજીકની ‘રાધે પાન’ સેન્ટર પર રૂ.65ના ઓનલાઈન પેમેન્ટ મુદ્દે બોલાચાલી ઉગ્ર બની હતી. યુવકને ગાળો આપી મારવાનો પ્રયાસ અને હાથ-પગ ભાંગી નાખવાની ધમકી અપાતાં તાલુકા પોલીસે બે ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નિચી માંડલ ગામની સીમમાં સેનીસ્ટો સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને નોકરી કરતા હિતેશભાઈ ગોવિંદભાઈ છાસીયા (ઉ.વ.૨૮) એ આરોપી જીતુભાઈ પટેલ તથા વિપુલભાઈ પટેલ રહે. બંને રાધે પાન શિવ પેટ્રોલ પંપની બાજુમાં નિચી માંડલ ગામની સીમ તા.જી.મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદિ તથા સાથી અનિલભાઈ આરોપીની દુકાને નાસ્તો લેવા માટે ગયેલ અને નાસ્તો લઈને સાથી અનિલભાઈ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરતા હતા ત્યારે આરોપી જીતુભાઈ એ તેમની પાસે રહેલ માણસ તેમની સાથે છે કે કેમ ? તેમ બે વાર પુછી ફરિયાદિને ગાળો બોલેલ અને ફરિયાદી ઉપર હાથ ઉગામી મારવાનો પ્રાયાસ કરેલ બાદ ફરિયાદિનાં શેઠ સ્મીતભાઈ પટેલ તથા કિશનભાઈ પટેલ આવી જતા તેની ગાડીમાં ફરિયાદિ બેઠેલ હતા ત્યારે આરોપી વિપુલ આવેલ અને તેને પણ ફરિયાદિને ગાળો બોલેલ અને હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી ફરિયાદી જાતિ પ્રત્યે અપમાનીત કરી ગુનાહીત ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Most Popular