HomeMorbiમોરબીમાં કારમાંથી રૂ.6.50 લાખની રોકડ સહિત દસ્તાવેજો ભરેલી બેગ ચોરી

મોરબીમાં કારમાંથી રૂ.6.50 લાખની રોકડ સહિત દસ્તાવેજો ભરેલી બેગ ચોરી

મકનસર નજીક ગેસ એજન્સી ધરાવતા વેપારીની કારમાંથી નજર ચૂકવી અજાણ્યો તસ્કર રૂ.6.50 લાખ રોકડા તથા ચેકબુક, પાસબુક અને રેશનકાર્ડ સહિતના દસ્તાવેજો ભરેલી બેગ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના આલાપ રોડ પર રહેતા અને વેપાર કરતાં રાજેશભાઈ વીરજીભાઈ ફેફરે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઇસમે ફરીયાદીની પોતાની માલીકીની ગ્રાન્ડ વીટારા કાર રજીસ્ટર નંબર -જીજ-૩૬ એ.એલ-૨૨૨૯ વાળીમાંથી છુપી રીતે ડ્રાઇવર શીટની બાજુમાં રાખેલ રૂપીયા ૬,૫૦,૦૦૦/- તથા અલગ અલગ બેંકની ચેકબુક, પાસબુક, તથા રેશનકાર્ડ વાળી ભેગની ચોરી કરી લઇ ગયેલ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular