HomeMorbiમોરબી ડેપ્યુટી એક્ઝિયુટીવ એન્જીનીયર ઈરીગેશન સબડીવીઝન કર્મચારીના અકસ્માત મૃત્યુના કેસમા રૂ.૪૨ લાખ...

મોરબી ડેપ્યુટી એક્ઝિયુટીવ એન્જીનીયર ઈરીગેશન સબડીવીઝન કર્મચારીના અકસ્માત મૃત્યુના કેસમા રૂ.૪૨ લાખ નુ વળતર મંજુર

ગુજરનાર મહેશભાઈ પ્રભુભાઈ સરડવા(પટેલ) મોરબી ઈરીગેશન વિભાગમાં નોકરી કરતા, સી.એન.જી રીક્ષા હડફેટે મોત થયેલ. આ અંગેની વિગત એવી છે કે ગત તા.૨૭/૦૨/૨૦૨૬ ના રોજ મોરબીના બગથળા ગામે રહેતા મહેશભાઈ પ્રભુભાઈ સરડવા કે જેઓ ગત તા. ૨૭/૦૨/૨૦૨૬ ના રોજ પોતાની મોટર સાયકલ લઈ મોરબી નજીક શિવ હોટેલ,પંચાસર રોડ પાસે રોડ ની સાઈડમા ચલાવીને જતા સામેથી રીક્ષા નંબર. જીજે-૩૬-ડબ્લ્યુ-૪૬૮૩ નો ચાલક બેફામ સ્પીડમાં બેદરકારીપૂર્વક ચલાવી આવી ઈરીગેશન વિભાગના કર્મચારી મહેશભાઈ સરડવાને મોટર સાયકલ સહિત જોશભેર હડફેટે લઇ ઘટના સ્થળે મોત નીપજાવેલ અને ગુજરનારને વારસદારોમા તેમના પત્ની, એક પુત્ર અને એક પુત્રી હોય જેમણે ગુજરનારના મૃત્યુ બદલ વળતર મેળવવા રાજકોટની કોર્ટમાં કલેઈમ દાખલ કરેલ હતો. ગુજરનાર મહેશભાઈ પ્રભુભાઈ સરડવા મોરબી ઈરીગેશન વિભાગમાં નોકરી કરતા હતા અને તેમનો માસિક પગાર ૫૫,૦૦૦/- હતો. જે પગારની રકમ મોરબી ઈરીગેશન વિભાગ બેંક થ્રુ ચુકવતા હતા. આમ મહેશભાઈ સરડવા ઘરમા કમાવાવાળા એકજ વ્યક્તિ હતા અને આ વ્યક્તિનું અકાળે મોત થતા તેમના વારસદારો ગુજરનારના પત્ની,પુત્ર તથા પુત્રીએ મહેશભાઈ સરડવાના મૃત્યુ બદલ વળતર મેળવવા મોરબીના યુવા વકીલ યોગેશ આર. પારેજીયા નો સંપર્ક કરેલ અને રાજકોટ ખાતે કલેઈમ કેસ દાખલ કરેલ ગુજરનાર મહેશભાઈ સરડવાના વારસદાર તરફે રોકાયેલ વકીલ યોગેશ આર. પારેજીયા દ્વારા ગુજરનારની આવકને લગતા તમામ પેપર્સ તથા મોરબી એ-ડીવીઝન પોલીસ સ્ટેશન માંથી પોલીસ પેપર્સ મેળવી ઉપરોક્ત રીક્ષાની વીમા કંપની ટાટા એ.આઈ.જી માં જઈ અને આવકની અને વારસદારો બાબતે રજૂઆત કરી અને કોર્ટ માં ધારદાર દલીલ કરી ગુજરનાર મહેશભાઈ સરડવા (રહે.મુળ: બગથળા,તા.જી.મોરબી)ના કેસમા ૭ માસના ગાળામા રૂ. ૪૨ લાખનું વળતર રાજકોટના ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ જજએ મંજુર કરેલ. વીમા કંપની ને હુકમ કરતા તાકીદે રકમ જમા કરાવેલ. સમયસર વળતર મળી જતા ગુજરનારના વારસદારો એ મોરબીના યુવા વકીલ શ્રી યોગેશભાઈ આર.પારેજીયા (પટેલ) નો ખુબ ખુબ આભાર માનેલ. આ કેસમાં અરજદાર વતી મોરબી કલેઈમક્ષેત્રના એડવોકેટ યોગેશભાઈ આર.પારેજીયા રોકાયેલા હતા.

RELATED ARTICLES

Most Popular