HomeMorbi‘પોલીસ પ્રજાનો મિત્ર છે’ ઉક્તિ માતાના મઢમાં સાકાર: મોરબી ટ્રાફિક PSI ડી.બી....
‘પોલીસ પ્રજાનો મિત્ર છે’ ઉક્તિ માતાના મઢમાં સાકાર: મોરબી ટ્રાફિક PSI ડી.બી. ઠક્કરની સેવાકીય કામગીરીની થઈ રહી છે સરાહના
કચ્છના માતાના મઢ ખાતે બંદોબસ્તની ફરજ દરમિયાન મોરબી ટ્રાફિક પોલીસના PSI ડી.બી. ઠક્કરે માનવતાભરી કામગીરી કરી પોલીસ પ્રજાની મિત્ર છે એ ઉક્તિને સાર્થક કરી છે. ગુમ થયેલા બાળકને તેના વાલીઓ સાથે મિલન કરાવવાથી લઈને આંખે પાટા બાંધીને માનતા પૂરી કરવા આવેલા પદયાત્રીને દર્શન કરાવવામાં તેમજ દિવ્યાંગ વ્યક્તિને માતાજીનાં દર્શન કરાવવામાં તેમણે મદદ કરી હતી.
પોલીસ મહાનિરીક્ષક, બોર્ડર રેન્જ કચ્છ-ભુજ તથા મોરબી પોલીસ અધિક્ષકની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ફરજ બજાવતા PSI ડી.બી. ઠક્કરની આ સેવાભાવી કામગીરીમાં માતાના મઢ ખાતે કાર્યરત પશ્ચિમ કચ્છ પોલીસ કંટ્રોલ રૂમના PSI પરમાર સાહેબ, PSI જાડેજા સાહેબ, ASI પૃથ્વીરાજસિંહ જાડેજા તેમજ તાલીમાર્થી પોલીસ કોન્સ્ટેબલ સત્યજીતભાઈ, કાર્તિકભાઈ, જયદીપસિંહ અને ભુજ પોલીસ હેડક્વાર્ટરના રોનકભાઈનો પણ સહયોગ રહ્યો હતો.