HomeMorbiવાંકાનેરમાં દુઃખદ ઘટના: મહાનદીમાં રિક્ષા ધોવા ગયેલા પ્રોઢનું પાણીમાં ડૂબી જવાથી મોત

વાંકાનેરમાં દુઃખદ ઘટના: મહાનદીમાં રિક્ષા ધોવા ગયેલા પ્રોઢનું પાણીમાં ડૂબી જવાથી મોત

વાંકાનેર: વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલી મહાનદીમાં એક આધેડનું ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. મૂળ વાંકાનેરના વીશીપરા વિસ્તારમાં ધમલપર ફાટક પાસે રહેતા ૫૮ વર્ષીય હરેશભાઈ છગનભાઈ રાઠોડ પોતાની રિક્ષા લઈને ઢુવા ચોકી નજીક મહાનદીમાં રિક્ષા ધોવા માટે ગયા હતા. આ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર તેઓ નદીના પાણીમાં ખાબક્યા હતા અને ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે વાંકાનેર સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. આર્ય ગજેરા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular