HomeMorbiટંકારા-મોરબી નાકા પાસે પોલીસની કાર્યવાહી, 23 બીયરના ટીન સાથે 24 વર્ષીય શખ્સ...

ટંકારા-મોરબી નાકા પાસે પોલીસની કાર્યવાહી, 23 બીયરના ટીન સાથે 24 વર્ષીય શખ્સ ઝડપાયો

ટંકારા: ટંકારા-મોરબી નાકા પાસેથી પોલીસે ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા બીયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસની પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકના બાચકા સાથે ઊભેલા શખ્સની તપાસ કરતા તેમાંથી 23 નંગ સીલ પેક બીયરના ટીન મળી આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, ટંકારા પોલીસ સ્ટેશનની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ટંકારા-મોરબી નાકા પાસે એક ઈસમ પ્લાસ્ટિકના બાચકા સાથે શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો. પોલીસે તેની તપાસ કરતા બાચકામાંથી રૂ.3,220ની કિંમતના 23 બીયરના ટીન મળી આવ્યા હતા.

પોલીસે વસીમ ઉર્ફે પપ્પુ અજીતભાઈ સાંજી (ઉંમર 24 વર્ષ, ધંધો મજૂરી, રહે. મુમનાવાસ, ટંકારા)ને ઝડપી પાડ્યો હતો. બીયરનો જથ્થો રાખવા કે વેચાણ કરવા અંગે તેની પાસે કોઈ પાસ-પરમિટ કે આધાર ન મળી આવતાં પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ મામલે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ટંકારા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular