HomeMorbiમોરબીના વઢવાણીયા શેરીમાં સમાધાનની વાતચીત દરમિયાન ખૂની હુમલો!

મોરબીના વઢવાણીયા શેરીમાં સમાધાનની વાતચીત દરમિયાન ખૂની હુમલો!

કૌટુંબિક વિવાદમાં બે યુવકોને લાકડી-ધોકા વડે માર માર્યાની ફરિયાદ, સિટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

મોરબી: શહેરના વઢવાણીયા શેરી વિસ્તારમાં કૌટુંબિક વિવાદનો ઉકેલ લાવવા માટે યોજાયેલી સમાધાનની વાતચીત દરમિયાન મામલો બિચકતાં બે યુવકો પર લાકડી-ધોકા વડે હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં યુવકોને માથાના ભાગે ઇજાઓ પહોંચાડવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

ફરિયાદ મુજબ, વઢવાણીયા શેરીમાં રહેતા 23 વર્ષીય મીતભાઈ માનસિંગભાઈ ગોહેલની કુટુંબી ભત્રીજીને ત્યાં પુત્રનો જન્મ થયા બાદ નામકરણ પ્રસંગે તેના સાસરિયાં પક્ષ સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ભત્રીજીને તેડવા સાસરિયા પક્ષના લોકો આવ્યા ન હોવાનું અને આ મામલે સમાધાનની વાતચીત કરવા તેઓ આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ દરમિયાન બોલાચાલી ઉગ્ર બનતાં આરોપીઓએ મીતભાઈને લાકડાના ધોકાનો ઘા માથામાં માર્યો હોવાનો આક્ષેપ છે.

ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, જય ઉર્ફે શનિ પ્રવિણભાઈ સોલંકીએ પિન્કેશભાઈને પણ લાકડીનો ઘા માથામાં મારી ઇજા પહોંચાડી હતી. ઉપરાંત, આરોપીઓએ ઢીકાપાટુનો માર મારી ગાળો ભાંડી અને વધુ માર મારવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરાયો છે. આ મામલે મીતભાઈ ગોહેલે અજયભાઈ લાલજીભાઈ ડોડીયા સહિતના ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular