HomeMorbiવાંકાનેરના નવા ઢુવા પાસે ‘ઓમ સાંઈ સ્પા’માં પોલીસનું ચેકિંગ, સંચાલક સામે ગુનો...
વાંકાનેરના નવા ઢુવા પાસે ‘ઓમ સાંઈ સ્પા’માં પોલીસનું ચેકિંગ, સંચાલક સામે ગુનો નોંધાયો
વાંકાનેર તાલુકાના નવા ઢુવા ચોકી નજીક ભવાની હોટેલની બાજુમાં આવેલા ‘ઓમ સાંઈ સ્પા’માં પોલીસે ચેકિંગ હાથ ધરતાં જાહેરનામાના ભંગની વિગતો સામે આવી હતી.
વાંકાનેર તાલુકા પોલીસની પેટ્રોલિંગ દરમિયાન કરવામાં આવેલી તપાસમાં સ્પામાં કામ કરતા વર્કરોના બાયોડેટા ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવામાં આવી ન હોવાનું તેમજ સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું પાલન ન થયું હોવાનું જાણવા મળ્યું હતું.
આ મામલે સ્પા સંચાલક જીગાભાઈ રામજીભાઈ ડાભી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 223 મુજબ જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.