HomeMorbiપીજીવીસીએલ મોરબી દ્વારા એપ્રેન્ટિસ લાઇનમેનની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ

પીજીવીસીએલ મોરબી દ્વારા એપ્રેન્ટિસ લાઇનમેનની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ

૧૦ પાસ અને આઈ.ટી.આઈ. ઉમેદવારો માટે તક

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL), વર્તુળ કચેરી – મોરબી દ્વારા રોજગારીની તકો પૂરી પાડવાના હેતુસર એપ્રેન્ટિસ લાઇનમેનની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.૧૦ પાસ તેમજ આઈ.ટી.આઈ. (ઈલેક્ટ્રિકલ/વાઈરમેન) ઉત્તીર્ણ કરેલા યુવા ઉમેદવારો માટે એક ઉત્તમ તક ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ ભરતી માટે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ‘અનુબંધમ પોર્ટલ’ પર જોબ આઈડી નંબર: ૫૪૩૯૦૧૨૧૯ થી જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી અન્વયે ઉમેદવારોની વયમર્યાદા ૧૮ થી ૨૫ વર્ષ (નિયમોનુસાર ૫ વર્ષની છૂટછાટ સાથે) નક્કી કરવામાં આવી છે. રસ ધરાવતા અને પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તા. ૨૫-૧૦-૨૦૨૬ સુધીમાં https://anubandham.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી દેવા મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Most Popular