HomeMorbiમોરબી: રફાળેશ્વરમાં એસ.ઓ.જી.નો દરોડો; ઘરમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝબ્બે, રૂ....

મોરબી: રફાળેશ્વરમાં એસ.ઓ.જી.નો દરોડો; ઘરમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝબ્બે, રૂ. ૭૩,૧૫૦નો મુદ્દામાલ જપ્ત

મોરબી: મોરબી એસ.ઓ.જી. (SOG) ટીમને મોટી સફળતા મળી છે. એસ.ઓ.જી. ટીમને બાતમી મળી હતી કે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતો દીપકભાઈ ડાહ્યાભાઈ નામનો શખ્સ પોતાના ઘરે ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખીને ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને આરોપીને ઝડપી પાડ્યો હતો.

દરોડા દરમિયાન પોલીસે આરોપી દીપકભાઈ ડાહ્યાભાઈ લંભોડીયા (ઉંમર ૩૯, રહે. રફાળેશ્વર, તા.જી. મોરબી)ના કબ્જામાંથી ૧ કિલો ૩૪૫ ગ્રામ ગાંજો (કિંમત રૂ. ૬૭,૨૫૦/-), ગાંજાના વેચાણના રોકડા રૂ. ૭૦૦/-, રૂ. ૫,૦૦૦/–ની કિંમતનો ૧ મોબાઈલ ફોન અને રૂ. ૨૦૦/-ની કિંમતનો ૧ ઈલેક્ટ્રીક વજન કાંટો એમ મળીને કુલ રૂ. ૭૩,૧૫૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસે આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. (NDPS) એક્ટની વિવિધ કલમો હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular