HomeMorbiટંકારાના વિરપર નજીક જમવામાં વિલંબ મુદ્દે બબાલ: હોટલ સંચાલક અને સાગરિતનો યુવાન...
ટંકારાના વિરપર નજીક જમવામાં વિલંબ મુદ્દે બબાલ: હોટલ સંચાલક અને સાગરિતનો યુવાન પર છરીથી હુમલો!
રાજકોટ-મોરબી હાઈવે પર વિરપર નજીક આવેલી કાદરી હોટલમાં જમવામાં મોડું થવા બાબતે બોલાચાલી બાદ ઉગ્ર બબાલ થઈ હતી. હોટલ સંચાલક સહિત બે શખ્સોએ યુવાનને માર મારી માથાના પાછળના ભાગે છરીનો ઘા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વિરપર ગામે રહેતા ભાવિનભાઈ વિનોદભાઈ ચાવડા (ઉ.વ.૨૪) એ આરોપી ઇમ્તીયાઝભાઈ તથા રાઠોડભાઈ રહે બંને વિરપર તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાથી આરોપીની કાદરી હોટલે જમવા જતા ફરીયાદીએ જમવા આપવાનુ કહેતા આરોપી ઈમ્તિયાઝભાઇને સારૂ નહી લાગતા કહેલ કે જમવામાં વાર લાગશે તે મ કહેતા ફરીયાદી તથા આરોપી ને જમવા બાબતે બોલાચાલી થતા આરોપીએ ફરીયાદીને જાતી પ્રત્યે અપમાનીત કરી ઉશ્કેરાઈ જઈ છરીનો એક થા માથાના પાછળ ના ભાગે મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપી રાઠોડભાઈએ ફરીયાદીને ઢીકાપાટુનો માર માર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.