HomeMorbiવાંકાનેરના મેસરીયામાં જૂની બોલાચાલીની અદાવત રાખી યુવક પર પાઈપથી હુમલો, માથામાં ટાંકા...
વાંકાનેરના મેસરીયામાં જૂની બોલાચાલીની અદાવત રાખી યુવક પર પાઈપથી હુમલો, માથામાં ટાંકા આવ્યા
વાંકાનેરના મેસરીયા ગામે રામજી મંદિરના ચોરા પાસે સામાન્ય બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખી ચાર શખ્સોએ પ્રકાશભાઈ બેડવા પર ઢીકાપાટુનો માર મારી લોખંડના પાઈપથી હુમલો કર્યો હતો. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા પ્રકાશભાઈ વાલાભાઇ બેડવા (ઉ.વ.૩૪) એ આરોપી વિશાલભાઈ હેમુભાઈ વાળા, સમીર હેમુભાઇ વાળા, બાદલ હેમુભાઈ વાળા, હંસાબેન હેમુભાઈ વાળા રહે. મેસરીયા ગામ તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી સાથે આરોપી વિશાલભાઈએ બોલાચાલી ઝઘડો કરેલ હોય જેનો ખાર રાખી ચારેય આરોપીઓએ ફરિયાદીને ઢીકા પાટુનો માર મારી લોખંડનો પાઈપ ફરિયાદીને માથાના ભાગે મારતા માથામાં ટાંકા આવે તેવી ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.