HomeMorbiવાંકાનેરના નવા વઘાશીયામાં પરણિતા પર પતિનો લોખંડના પાઇપથી હુમલો, સાસુ સામે પણ...
વાંકાનેરના નવા વઘાશીયામાં પરણિતા પર પતિનો લોખંડના પાઇપથી હુમલો, સાસુ સામે પણ ફરિયાદ નોંધાઈ
વાંકાનેર: નવા વઘાશીયા ગામે કૌટુંબિક ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતાં પરણિતાને પતિએ લોખંડના પાઇપથી માર માર્યાનો બનાવ સામે આવ્યો છે. પતિ અને સાસુના ત્રાસથી કંટાળેલી મહિલાએ બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદ મુજબ, પતિ અશોકભાઈ સોલંકીએ કામકાજ બાબતે મેણાં-ટોણાં મારી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ પતિએ લોખંડના પાઇપથી હુમલો કરતાં મહિલાને માથા સહિત શરીરે ઈજાઓ પહોંચી હતી. મહિલાને ડાબા હાથમાં ફ્રેક્ચર થતાં પ્રથમ ટંકારા અને ત્યારબાદ મોરબી સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ મામલે પોલીસે પતિ અશોકભાઈ અમરશીભાઈ સોલંકી અને સાસુ સોમીબેન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.