HomeMorbiટંકારાના ગજડી ગામે અફવાઓ ફેલાવવાની શંકામાં યુવક પર દાતરડાથી હુમલો, બે સામે...
ટંકારાના ગજડી ગામે અફવાઓ ફેલાવવાની શંકામાં યુવક પર દાતરડાથી હુમલો, બે સામે ફરિયાદ
ગજડી ગામે બોલેરો ગાડીમાં આવેલા બે શખ્સોએ રમેશભાઈ ડાંગરને ગાળો આપી દાતરડું અને લાકડી વડે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરાયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ગજડી ગામે રહેતા અને ખેતી કરતા રમેશભાઈ રવાભાઈ ડાંગર (ઉ.વ.૪૨) એ આરોપી હકાભાઈ છગનભાઈ જારીયા રહે. ગજડી ગામ તથા ભુવાભાઈ કોળી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી હકાભાઈના ને એમ હોય કે ફરીયાદી તેની ગામમાં ખોટી વાતો કરે છે તેનો ખાર રાખી બન્ને આરોપીઓ બોલેરો ગાડીમાં આવી ફરીયાદીને ભુંડાબોલી ગાળો આપી આરોપી હકાભાઈએ ફરીયાદિને દાતરડુ મારી તથા આરોપી ભુવાભાઈ એ લાકડી વડે વાંસાના ભાગે માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખ વાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.