HomeMorbiમોરબીમાં જ્યુપીટર સ્કૂટરની ડેકીમાંથી વિદેશી દારૂની ૫૪ બોટલો મળી: રૂ. ૫૬,૪૮૦નો મુદ્દામાલ...

મોરબીમાં જ્યુપીટર સ્કૂટરની ડેકીમાંથી વિદેશી દારૂની ૫૪ બોટલો મળી: રૂ. ૫૬,૪૮૦નો મુદ્દામાલ જપ્ત

મોરબીના શક્તશાણા રાજકોટ હાઈવે પર જે.કે. વુડન કારખાના સામે લીમડાના ઝાડ નીચે પાર્ક કરેલા બિનવારસી જ્યુપીટર સ્કૂટરમાંથી એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂની ૫૪ બોટલો ઝડપી પાડી હતી. સ્કૂટર અને દારૂ સહિત રૂ. ૫૬,૪૮૦નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે સ્થળ પર તપાસ કરતા કાળા રંગનું જ્યુપીટર મોટરસાઇકલ રજિસ્ટર નં. GJ-36 AQ-7634 બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. જેની ડેકી ખોલીને જોતાં તેમાંથી વિદેશી દારૂની ૫૪ નંગ બોટલો (ચપલા) મળી આવી હતી, જેની કિંમત રૂ. ૬,૪૮૦ ગણવામાં આવી છે. પોલીસે રૂ‌ ૫૦,૦૦૦ ની કિંમતનું જ્યુપીટર સ્કૂટર અને દારૂ મળી કુલ રૂ. ૫૬,૪૮૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દારૂનો જથ્થો મોરબી શક્તશાણા નીતિનનગરના રહેવાસી દિવિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજાનો હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપી હાજર ન મળી આવતા પોલીસે તેની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular