HomeMorbiનજરબાગ રેલવે સ્ટેશન પાસે પોલીસની કાર્યવાહી: થેલીમાંથી 24 બીયર ટીન મળ્યા, એકની...
નજરબાગ રેલવે સ્ટેશન પાસે પોલીસની કાર્યવાહી: થેલીમાંથી 24 બીયર ટીન મળ્યા, એકની અટકાયત
મોરબીમાં પેટ્રોલિંગ કરી રહેલી બી ડિવિઝન પોલીસને શંકાસ્પદ થેલીમાંથી બીયરનો જથ્થો મળી આવ્યો છે. રૂ. 3 હજારના 24 બીયર ટીન સાથે એક યુવક ઝડપાયો છે, જ્યારે જથ્થો પૂરો પાડનાર શખ્સની શોધખોળ શરૂ કરાઈ છે.
મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન નજીક ફાટક પાસે બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે રોડની સાઇડમાં પ્લાસ્ટિકની થેલીમાં કંઈક છુપાવતો એક યુવક શંકાસ્પદ જણાતાં પોલીસે તેને રોક્યો હતો. તપાસ દરમિયાન થેલીમાંથી 24 સીલબંધ બીયર ટીન મળી આવતાં પોલીસે રૂ. 3,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ મામલે પોલીસે રાહુલભાઈ શંકરભાઈ ધોળકિયા (ઉં.વ. 19), રહે. ભડીયાદ કાંટા પાસે, મોરબી-2ની અટકાયત કરી હતી. યુવકની પૂછપરછમાં બીયરનો જથ્થો અનીશભાઈ સલીમભાઈ પંજવાણી પાસેથી મેળવ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે બંને સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી સપ્લાયર અનીશ પંજવાણીને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.