HomeMorbiમોરબીનાં રાજમાતા મહારાણી વિજયકુંવરબા સાહેબનું 97 વર્ષની વયે નિધન, મોરબીમાં શોકનું મોજું

મોરબીનાં રાજમાતા મહારાણી વિજયકુંવરબા સાહેબનું 97 વર્ષની વયે નિધન, મોરબીમાં શોકનું મોજું

મોરબીના રાજવી પરિવારનાં રાજમાતા મહારાણી વિજયકુંવરબા સાહેબનું મુંબઈ ખાતે 97 વર્ષની વયે નિધન થતાં રાજવી પરિવાર સહિત સમગ્ર મોરબીમાં શોકની લાગણી પ્રસરી છે. મોરબીના મહારાજા મહેન્દ્રસિંહજીનાં પત્ની અને મયૂરધ્વજસિંહજીનાં માતા તરીકે ઓળખાતાં રાજમાતાના પાર્થિવદેહને મોરબી લાવવામાં આવી રહ્યો છે. રવિવારે સવારે 7:30થી 10 વાગ્યા સુધી ન્યૂ પેલેસ ખાતે અંતિમદર્શન માટે પાર્થિવદેહ રાખવામાં આવશે, ત્યારબાદ રાજવી પરંપરા મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

રાજમાતાની અંતિમયાત્રા ન્યૂ પેલેસથી નીકળી બાપુના બાવલા, મયૂર પુલ અને લખધીરસિંહજી બાવલા થઈ વિસીપરા ફાટક પાસેથી વિસીપરા સ્મશાન ખાતે આવેલા રાજવી પરિવારના સમાધિસ્થળે પહોંચશે, જ્યાં અંતિમ સંસ્કાર કરાશે. મોરબીના રાજવી પરિવારે આઝાદી પહેલાં જ આધુનિક રેલવે લાઇન, પાકા રસ્તા, ટેલિગ્રાફ અને ટ્રામ જેવી સુવિધાઓ વિકસાવીને પોતાની દીર્ઘદ્રષ્ટિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રાજમાતાના નિધનથી મોરબીના રાજવી પરિવાર અને નગરજનોમાં શોકની લાગણી છવાઈ છે.

RELATED ARTICLES

Most Popular