HomeMorbi"તેરા તુજકો અર્પણ": સોના-ચાંદીની ચોરીનો ભેદ ઉકેલાયો, વેપારીને ૧૦૦% મુદ્દામાલ પરત મળ્યો
“તેરા તુજકો અર્પણ”: સોના-ચાંદીની ચોરીનો ભેદ ઉકેલાયો, વેપારીને ૧૦૦% મુદ્દામાલ પરત મળ્યો
મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સરદાર રોડ પરની “કૃષ્ણા જ્વેલર્સ” નામની સોનીની દુકાનમાં તારીખ ૫/૬/૨૦૨૬ના રાત્રીના સમયે અજાણ્યા ઇસમો દ્વારા દુકાનની દીવાલ પાછળથી તોડીને અંદર પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીનાની કુલ રૂ. ૧,૭૪,૦૦૦/- ની ચોરી કરવા અંગેનો અનડિટેક્ટ ગુનો નોંધાયો હતો.
આ ગુનાના ભેદ ઉકેલવા માટે જિલ્લા પોલીસ દ્વારા બનાવ સ્થળની આસપાસના આશરે ૨૫૦ જેટલા સી.સી.ટી.વી. કેમેરા, નેત્રમ સી.સી.ટી.વી. કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ખાનગીરાહે મળેલી બાતમીના આધારે ગણતરીના દિવસોમાં જ ચોરી કરનાર બંને ઇસમોને શોધી કાઢવામાં આવ્યા હતા. ચોરી થયેલ સંપૂર્ણ મુદ્દામાલ કબ્જે કરી “તેરા તુજકો અર્પણ” અંતર્ગત ફ્રિયાદીને તેનો ચોરીમાં ગયેલ ૧૦૦ ટકા મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો હતો.
આ સફળ કામગીરીને પગલે મોરબી જિલ્લાના સોની સમાજના આગેવાનો દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ ટીમનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. પોલીસની નિષ્ઠા અને દિવસ-રાતની મહેનતથી માત્ર ગુનાનો ભેદ જ ઉકેલાયો નથી, પરંતુ પોલીસ અને પ્રજા વચ્ચેનો વિશ્વાસ પણ વધુ મજબૂત બન્યો છે.