HomeMorbiફ્લોરા-૧૫૮, રવાપર રોડ ખાતે નવલી નવરાત્રી ઉત્સવની ભવ્ય ઉજવણી

ફ્લોરા-૧૫૮, રવાપર રોડ ખાતે નવલી નવરાત્રી ઉત્સવની ભવ્ય ઉજવણી

બાળકોએ વિવિધ વેશભૂષા ધારણ કરી રાસ-ગરબા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો

મોરબી: મોરબીના રવાપર રોડ પર આવેલ ફ્લોરા-૧૫૮ ખાતે નવલી નવરાત્રી ઉત્સવ નિમિત્તે રાસ-ગરબા સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકો દ્વારા વિવિધ વેશભૂષાનો સુંદર કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.

નાના બાળકોએ ભગવાન શ્રીકૃષ્ણ, રાધા, શિવજી સહિત વિવિધ પાત્રોની આકર્ષક વેશભૂષા ધારણ કરી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. બાળકોએ ઉત્સાહભેર રાસ-ગરબામાં ભાગ લીધો હતો અને પોતાની કલાત્મક પ્રતિભા તથા સાંસ્કૃતિક પરંપરાનું સુંદર પ્રદર્શન કર્યું હતું.

નવરાત્રીના પર્વ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં બાળકોનો ઉત્સાહ અને તેમની રંગબેરંગી વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. સમગ્ર કાર્યક્રમમાં ઉત્સવમય માહોલ સર્જાયો હતો અને નવરાત્રીના પર્વની પરંપરાગત ગરિમા સાથે ઉજવણી કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular