HomeMorbiટંકારા કારખાનાની લેબર કોલોનીમાં લોહિયાળ અંત! કામના ઝઘડામાં બચાવવા વચ્ચે પડેલા યુવકની...

ટંકારા કારખાનાની લેબર કોલોનીમાં લોહિયાળ અંત! કામના ઝઘડામાં બચાવવા વચ્ચે પડેલા યુવકની ધોકાથી હત્યા

ટંકારાના લજઈ-હડમતીયા રોડ પર આવેલા મેગાટોન પોલીપેક કારખાનામાં કામ બાબતે થયેલા ઝઘડાએ લીધો જીવ, માથામાં લાકડાનો ધોકો વાગતાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું રાજકોટની સરકારી હોસ્પિટલમાં મોત.

ટંકારા તાલુકાના લજઈ-હડમતીયા રોડ પર આવેલા મેગાટોન પોલીપેક કારખાનાની લેબર કોલોનીમાં કામ બાબતે થયેલી બોલાચાલીમાં યુવકની હત્યા થયાની ઘટના સામે આવી છે. કારખાનાના ગેટ પાસે થયેલા ઝઘડામાં વચ્ચે બચાવવા આવેલા મનોહરરાજ સંજય મંડલના માથામાં રૌશન કુમાર વિરેન્દ્ર મંડલે લાકડાનો ધોકો મારતા તે ગંભીર રીતે ઘવાયો હતો. તેને ટંકારા અને મોરબીની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે આરોપી રૌશન કુમાર વિરેન્દ્ર મંડલ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular