HomeMorbiમોરબીના હરિપર (કેરાળા)માં ભાડું માંગતા કરિયાણાના વેપારી અને ભાઈ પર લાકડી-પાઈપથી હુમલો!

મોરબીના હરિપર (કેરાળા)માં ભાડું માંગતા કરિયાણાના વેપારી અને ભાઈ પર લાકડી-પાઈપથી હુમલો!

મકાનનું બાકી ભાડું માંગવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ, વેપારીને માથામાં ચાર ટાંકા અને તેમના ભાઈને પાંચ ટાંકા આવ્યા હોવાનો આક્ષેપ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના હરિપર (કેરાળા) ગામે રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા અમિતભાઈ જયંતિલાલ હળવદિયા (ઉ.વ.૪૫) એ આરોપી લક્ષ્મણભાઈ સુરેશભાઈ પાંચીયા, મેહુલભાઈ સુરેશભાઈ પાંચીયા, હીરાભાઈ સુરેશભાઈ પાંચીયા, સુરેશભાઈ ઘેલાભાઈ પાંચીયા, ભરતભાઈ સુરેશભાઈ પાંચીયા રહે. હરીપર (કેરાળા) ગામ તા. મોરબીવાળા વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપી લક્ષ્મણભાઈ તથા મેહુલભાઈએ બોલાચાલી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી તથા આરોપી લક્ષ્મણભાઈએ લોખંડાના પાઇપ તથા આરોપીઓએ પોતાના હાથમાં રહેલ લાકડી વતી ફરીયાદીને માર મારતા ફરીયાદિને માથામાં આશરે ચાર ટાંકા જેવી ઇજા પહોંચાડેલ તથા સાથી દિપેશભાઈને આરોપી મેહુલભાઈ એ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી તથા ભરતભાઈએ પાછળથી આવી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમ કી આપી તથા આરોપી લક્ષ્મણભાઈએ લોખંડાના પાઇપ વતી માર મારતા માથાના ભાગે આશરે પાંચ ટાંકા તથા મુંઢ ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular