HomeMorbiમોરબીના હરિપર ગામે ભાડાની બાકી રકમ મામલે બબાલ! મકાનમાલિકે લાકડાના ધોકા વડે...

મોરબીના હરિપર ગામે ભાડાની બાકી રકમ મામલે બબાલ! મકાનમાલિકે લાકડાના ધોકા વડે પરિવાર પર કર્યો હુમલો

મોરબીના હરિપર (કે) ગામે મકાનના બાકી ભાડા મુદ્દે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સમજાવવા ગયેલા પરિવારજનો પર લાકડાના ધોકા વડે હુમલો કરાયો હોવાની ફરિયાદ નોંધાઈ છે, જેમાં મહિલાને માથાના ભાગે ઈજા થઈ હોવાનો પણ ઉલ્લેખ છે. પોલીસે બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના હરિપર (કે) ગામે રહેતા રેખાબેન સુરેશભાઈ પાંચીયા (ઉ.વ.૬૦) એ તેમના જ ગામના આરોપી અમીતભાઇ પટેલ અને દિપેશ પટેલ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી અમીતભાઈએ મકાનનું ભાડુ માંગવા બાબતે સાથી કીરણબેનને ગાળો આપી જેમ ફાવે તેમ ભુંડા બોલી બોલાચાલી કરતા ફરીયાદી તથા સાથી કીરણબેન તથા લક્ષ્મણભાઈ તથા મેહુલભાઇ આરોપી અમીતભાઇને સમજાવવા જતા આરોપી અમિતભાઈએ ગાળો બોલી તેના હાથમાં રહેલ લાકડાના ધોકા વડે સાથી લક્ષ્મણભાઈને હાથમાં મુંઢ માર મારેલ તથા ફરીયાદી છોડાવવા વચ્ચે પડતા આરોપી અમીતભાઇએ ધક્કો મારતા નીચે પડી જતા માથાના ભાગે ઇજા થયેલ અને આરોપી દીપેશએ ફરીયાદી તથા સાછીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular