HomeMorbiટંકારાના જીવાપર પાટિયા પાસે ઈકો કારમાંથી વિદેશી દારૂ-બિયરની હેરાફેરી ઝડપાઈ, રૂ. 2.52...
ટંકારાના જીવાપર પાટિયા પાસે ઈકો કારમાંથી વિદેશી દારૂ-બિયરની હેરાફેરી ઝડપાઈ, રૂ. 2.52 લાખનો મુદ્દામાલ જપ્ત
ટંકારાના જીવાપર પાટિયા પાસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ટંકારા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી ગ્રે કલરની ઈકો કારને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાંથી વિદેશી દારૂની 321 બોટલ અને બિયરના 52 ટીન મળી આવતાં પોલીસે જીવાપરના 23 વર્ષીય જયદિપભાઈ મનજીભાઈ બારૈયાને ઝડપી પાડ્યો હતો.
પોલીસે ઈકો કારમાંથી રૂ. 46,545ની કિંમતનો વિદેશી દારૂ, રૂ. 5,525ની કિંમતના બિયરના ટીન અને રૂ. 2 લાખની કિંમતની ઈકો કાર સહિત કુલ રૂ. 2,52,170નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દારૂ-બિયરના જથ્થા અંગે આરોપી કોઈ માન્ય પરમિટ કે આધાર-પુરાવા રજૂ કરી શક્યો ન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આ મામલે ટંકારા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતની બાબતો અંગે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.