HomeMorbiમોરબીના વીસીપરામાં બંધ ઓરડીમાંથી રૂ. 2.88 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો, બે ભાઈઓ...

મોરબીના વીસીપરામાં બંધ ઓરડીમાંથી રૂ. 2.88 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો, બે ભાઈઓ સામે ગુનો

મોરબીના અમરેલી રોડ પર દશામાના મંદિર પાસે વાડી વિસ્તારમાં સિટી બી ડિવિઝન પોલીસનો દરોડો, ભંગાર રાખવાના બહાને ઓરડીમાં સંતાડેલો દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો!

મોરબીના વીસીપરા વિસ્તારમાં દારૂના ગેરકાયદેસર સંગ્રહનો પર્દાફાશ થયો છે. અમરેલી રોડ પર દશામાના મંદિર નજીક વાડી વિસ્તારમાં આવેલી એક બંધ ઓરડીમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડતાં ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના કુલ 1,585 નંગ મળી આવ્યા હતા. આ જથ્થાની કુલ કિંમત રૂ. 2,88,253 હોવાનું સામે આવ્યું છે.

પોલીસે ઓરડીમાં તપાસ કરતાં અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા. સ્થળ પર હાજર મહિલાની પૂછપરછમાં ઓરડી તેમના પુત્રો રોહિત ઉર્ફે બલુ બાબુભાઈ અગેચાણીયા અને કિરીટ બાબુભાઈ અગેચાણીયાના કબજામાં હોવાનું જાણવા મળ્યું હતું. બંને ભાઈઓ ભંગારનો સામાન રાખવાના બહાને ઓરડીમાં દારૂનો જથ્થો સંતાડતા હોવાની માહિતી સામે આવી હતી.

RELATED ARTICLES

Most Popular