HomeMorbiમોરબી જિલ્લા પોલીસ બેડામાં ફેરફાર: 03 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી
મોરબી જિલ્લા પોલીસ બેડામાં ફેરફાર: 03 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી
મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ દ્વારા વહીવટી કારણોસર અને પોલીસ કર્મચારીઓની રજૂઆતને ધ્યાને લઈને જિલ્લામાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં સબળસિંહ વાઘજીભાઈ સોલંકીની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનથી મોરબી સીટી-એ પોલીસ સ્ટેશન ખાતે, યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ઝાલાની માળીયા મિયાણા પોલીસ સ્ટેશનથી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે અને સવજીભાઈ વાલાભાઈ દાફડાની મોરબી સીટી-એ પોલીસ સ્ટેશનથી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.
પોલીસ વિભાગ દ્વારા ત્રણેય કર્મચારીઓને પદર ખર્ચે તાત્કાલિક અસરથી નવી ફરજની જગ્યાએ હાજર થવા માટે છૂટા કરવાની સૂચના આપવામાં આવી છે.