HomeMorbiવિદરકામાં જૂની અદાવત અને અફવાઓ મુદ્દે બે જૂથ બાખડ્યાં, સામસામે ફરિયાદ

વિદરકામાં જૂની અદાવત અને અફવાઓ મુદ્દે બે જૂથ બાખડ્યાં, સામસામે ફરિયાદ

માળિયા મિયાણાના વિદરકા ગામે આઠમની રાત્રે દારૂના કેસ અને અફવાઓ ફેલાવવાના મુદ્દે બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી. બંને પક્ષે એકબીજા પર ગાળો આપી ધોકા અને ઢીકાપાટુનો માર માર્યાના આક્ષેપ સાથે નામજોગ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મૂળ માળીયા તાલુકાના વિદરકા ગામના વતની અને હાલ મોરબી શનાળા રોડ પર રહેતા વિશાલભાઈ મનસુખભાઈ બાબરીયા (ઉ.વ.૨૨) એ આરોપી અનીલ નીલેશભાઈ થરેશા, રાકેશ નીલેશભાઈ થરેશા, અજયભાઈ રમેશભાઈ થરેસા, ગેલાભાઈ રમેશભાઈ થરેશા રહે. બધા વિદરકા ગામવાળા વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી અનીલ પ્રોહિબીશન ગુન્હામાં પકડાયેલ હોય અને તેમની વાતો ફરીયાદી ગામમા કરતા હોય તે બાબતનો વહેમ રાખી ફરીયાદીને આરોપી અનિલએ બોલાચાલી ગાળાગાળી કરી ઝપાઝપી કરી તથા આરોપી રાકેશએ ફરીયાદી ને ગાળો આપી લાકડાના ધોકા વડે સાથળના ભાગે મારી તથા આરોપી અજયભાઈ તથા ગેલાભાઈએ ફરીયાદીને ગાળો આપી શરીરે ઢીકા પાટુનો મુંઢ માર મુંઢ ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવી છે.

જ્યારે સામાપક્ષે અનિલભાઈ નીલેશભાઈ થરેશા (ઉ.વ.૨૦) એ આરોપી વિશાલ મનસુખભાઈ બાબરીયા, અમીત મનસુખભાઈ બાબરીયા, રાજદીપ નાનજીભાઈ બાબરીયા રહે. ગામ, વીરવદરકા, તા. માળીયાવાળા વિરુદ્ધ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી વિશાલ અગાઉના દારૂના કેશ બાબતે ન્યુઝમાં આવેલ ખબર બાબતે ફરીયાદિની ખોટી અફવાઓ ફેલાવી પુછ પરછ કરતો હોય જેથી ફરીયાદિએ ખોટી અફવાઓ ના ફેલાવવા જણાવતા ફરીયાદિ સાથે બોલાચાલી કરી ગાળો આપી ફરીયાદિને લાફો મારી પાડી દઈ જમણા પગામાં ધોકો મારી તથા અરોપી અમિત તથા રાજદિપએ ફરીયાદિને ઢીકા પાટુનો માર મારી ગાળો આપી શરીરે મુંઢ ઇંજા કરી હોવાની ફરીયાદ‌ નોંધાવી છે.

બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular