HomeMorbiમોરબીના ફડસર ગામે બાવળની કાંટમાંથી વિદેશી દારૂની 380 બોટલો ઝડપાઈ, એક શખ્સની...

મોરબીના ફડસર ગામે બાવળની કાંટમાંથી વિદેશી દારૂની 380 બોટલો ઝડપાઈ, એક શખ્સની અટકાયત

મોરબી તાલુકા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ફડસર ગામની સીમમાં વાગડસર તળાવ પાછળ આવેલી બાવળની કાંટમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં વિદેશી દારૂની ૩૮૦ બોટલો સાથે એક શખ્સ ઝડપાયો હતો.

પોલીસે સ્થળ પરથી સંજયભાઈ વિજયભાઈ સોનરીયા (રહે. ફડસર)ને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન પ્લાસ્ટિકના થેલાઓમાંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૩૮૦ બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ.૪૭,૫૦૦ થાય છે. દારૂનો જથ્થો કોઈપણ પ્રકારના પાસ-પરમિટ વગર રાખવામાં આવ્યો હોવાનું સામે આવતાં પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular