HomeMorbiમોરબીમાં ભક્તિનો માહોલ: BAPS સ્વામિનારાયણ મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા નિમિત્તે ૨૪ ઓક્ટોબરે નીકળશે ભવ્ય...
મોરબીમાં ભક્તિનો માહોલ: BAPS સ્વામિનારાયણ મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા નિમિત્તે ૨૪ ઓક્ટોબરે નીકળશે ભવ્ય શોભાયાત્રા
સનાતન સંસ્કૃતિના ગૌરવસમા અને મચ્છુ નદીના તટે નિર્મિત BAPS સ્વામિનારાયણ મંદિરના ભવ્યાતિભવ્ય મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી મોરબીમાં આગામી ૨૫ ઓક્ટોબર ૨૦૨૬, રવિવારના રોજ શરદ પૂર્ણિમાના દિવસે થનાર છે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી નિર્મિત આ ભવ્ય ગુલાબી પથ્થરના દિવ્ય મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે.
આ મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે ૨૪ ઓક્ટોબર ૨૦૨૬, શનિવારના રોજ બપોરે ૩:૦૦ થી સાંજના ૭:૦૦ વાગ્યા દરમિયાન ભગવાનની ભવ્ય શોભાયાત્રા મોરબીના રાજમાર્ગો પર નગરજનોને આશીર્વાદ આપવા નીકળશે. આ શોભાયાત્રામાં મચ્છુ રથ, હંસ રથ, મયુર રથ, કૈલાસ રથ, સૂર્ય રથ, કુટિર રથ અને કમલ રથ જેવા અતિ આકર્ષક રથોમાં શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ, ઘનશ્યામ મહારાજ, નીલકંઠવર્ણી મહારાજ, રાધાકૃષ્ણ ભગવાન, રામ પંચાયતન, શિવ પંચાયતન અને ગુણાતીત ગુરુપરંપરાની દિવ્ય મૂર્તિઓ બિરાજમાન થઈને દર્શન આપશે.
શોભાયાત્રાનો રૂટ અને સમય:
સમય: બપોરે ૩:૦૦ થી ૭:૦૦
પ્રારંભ સ્થળ: રામેશ્વર પાર્ટી પ્લોટ
માર્ગો: ગોલ્ડન માર્કેટ ➔ કેપિટલ માર્કેટ ➔ બાપા સીતારામ ચોક ➔ ગાંધી ચોક (MMC) ➔ નહેરૂ ગેટ ➔ પોસ્ટ ઓફિસ ➔ શક્તિ ચોક (કોઝ-વે) પૂર્ણાહુતિ: BAPS સ્વામિનારાયણ મંદિર, મોરબી-૨
મોરબીના તમામ ભાવિક નગરજનોને અપીલ કરવામાં આવી છે કે શોભાયાત્રા પોતાના વિસ્તારમાં પધારે ત્યારે દુકાનો, શો-રૂમ, ઓફિસ કે મકાનો આગળ આવીને રથમાં બિરાજમાન ભગવાનને ફૂલોની પાંખડીઓથી વધાવીને આરતીથી સત્કારે.