HomeMorbiમોરબી સાયબર ક્રાઈમ પોલીસની કામગીરી: ઠગાઈમાં ગુમાવેલા રૂ. 10.50 લાખ ફરિયાદીને પરત...

મોરબી સાયબર ક્રાઈમ પોલીસની કામગીરી: ઠગાઈમાં ગુમાવેલા રૂ. 10.50 લાખ ફરિયાદીને પરત અપાવ્યા

મોરબીમાં કોપરનો ભંગાર સસ્તા ભાવે આપવાની લાલચ આપી રૂ. 15.68 લાખથી વધુની ઠગાઈના કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે મહત્વપૂર્ણ કામગીરી કરી છે. આ ગુનામાં સંડોવાયેલા છ આરોપીઓને ઝડપી પાડી પોલીસે કુલ ઠગાઈની રકમમાંથી રૂ. 10.50 લાખ રિકવર કર્યા હતા.

ત્યારબાદ નામદાર કોર્ટના હુકમ અનુસાર ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત રિકવર કરાયેલી રકમ ફરિયાદી તથા સાહેદને પરત કરવામાં આવી છે. સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા લોકોને સસ્તા ભાવે માલ આપવાની લાલચ અને લોભામણી ઓનલાઈન જાહેરાતોથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular