HomeMorbiમોરબી LCBની મોટી કાર્યવાહી: વિદેશી દારૂના ગુનામાં ચાર વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનના...

મોરબી LCBની મોટી કાર્યવાહી: વિદેશી દારૂના ગુનામાં ચાર વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનના જોધપુરથી ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી પોલીસને હાથતાળી આપી નાસતા ફરતા આરોપીને મોરબી LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડે રાજસ્થાનના જોધપુર ખાતેથી ઝડપી પાડ્યો છે. રાજસ્થાન સુધી પહોંચેલી પોલીસ ટીમે આરોપીને ઝડપી મોરબી લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના પોલીસ કર્મચારીઓની એક ટીમ બનાવી પ્રોહીબીશનના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે રાજસ્થાન ખાતે રવાના કરેલ હોય જે ટીમ દ્વારા મોરબી તાલુકા પોલિસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા ચારેક વર્ષથી નાસતા ફરતા આરોપી માંગીલાલ આસુરામ ખાવા (ઉ.વ.૩૯) રહે. કોટડાગામ તાલુકો રાણીવાડા જિલ્લો જાલોર રાજસ્થાનવાળાને રાજસ્થાન રાજ્યના જોધપુર ખાતેથી પકડી મોરબી એલ.સી.બી. કચેરી ખાતે લાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

આમ મોરબી એલ.સી.બી.ને મોરબી તાલુકા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા ચારેક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે.

RELATED ARTICLES

Most Popular